Bhavesh Viramgama

Why is there a difference in people born at the same time?

એકજ સમયે જન્મેલા માણસો માં તફાવત કેમ જોવા મળે છે ?

આ પ્રશ્ન ઘણા લોકો અમને પૂછે છે કે એકજ સમયે અને એકજ શેહર માં જન્મેલા લોકો માં કેમ તફાવત હોય છે ?

પ્રથમ જોવા જઈએ તો જન્મ પહેલા જયારે બાળક ગર્ભ માં હોય ત્યારે તેની માતા ના આચાર વિચાર અને જ્યાં રહેતા હોય તે ઘરનું વાસ્તુ અલગ હોય તો પહેલેથી જ માનસિક ફર્ક બાળક માં આવે છે તે પછી તે બાળક જ્યાં મોટું થાય છે તે પછી ઘરનું વાસ્તુ કેવું છે તેના મિત્રો કેવા છે તેની આજુબાજુ નું વાતાવરણ કેવું છે જ્યાં તે રહે છે ત્યાંના લોકો કે મિત્રો પછી શાળા કેવી છે અને શાળાના મિત્રો કેવા છે આ બધાની અસર થી દરેક લોકો ની પ્રકૃતિ અને માનસિક પરિપક્વતા અલગ જોવા મળે છે. જે ઘરમાં બાળક રહે છે તેમના માબાપ ની વિચાર શક્તિ અને માન્યતા કેવી છે તે બધાની અલગ અલગ અસર બાળકો ઉપર પડે છે અને આ દરેક પરિબળો દરેક માટે સરખા હોતા નથી એ તો ઠીક છે પણ એક સાથે જન્મેલા બાળક માં પણ સામ્યતા અલગ જોવા મળે છે તેનું મુખ્ય કારણ આ છે કે માતાના ગર્ભ માં બંને ના સંસ્કાર અલગ હોઈ શકે છે કેમ કે ગર્ભ માં બન્ને બાળક જોડે જાગતા હોય અને જોડે સુતા હોય તે શક્ય નથી તેટલા માટે જે સમયે જે જાગૃત હોય તે સમયે તેમની માતા જે કાર્ય કરતી હોય અને જે પ્રતિક્રિયા હોય તે જાગૃત બાળક ના મગજ માં પરિપક્વ થાય છે જે બંને માટે અલગ અલગ હોઈ શકે છે. બીજું માતા જયારે સુવે છે તે જગ્યાની ઉર્જા ની અસર પણ હોય છે તે વખતે જાગ્રત અને અનજાગ્રત મન ના પાવર બંને બાળક માં અલગ અલગ હોય છે કેમ કે બંને જોડે સુતા ના પણ હોય તો તે અલગ હોઈ શકે છે એટલે કે જન્મ પહેલા જ બંને ની માનસિકતા અલગ હોય છે. અને જન્મ પછી પણ બંને ના મિત્રો પણ તેમની માનસિકતા પ્રમાણે હશે અને પછી તેના મિત્રોની અસર પણ તેના ઉપર અલગ અલગ હશે.
હવે એકજ સમયે જન્મેલા લોકો નો નોકરી કે ધંધો હોવો અને આર્થિક રીતે કામયાબ હોવું આ બધું પણ અલગ અલગ જોવા મળે છે તેનું કારણ પણ સમજીએ
હવે જે લોકો જેવા વાતાવરણ માં મોટા થયા છે તેવી માનસિકતા તેમના જોવા મળશે નોકરી કરવા વાળા ની વચ્ચે મોટા થયા હશે તો નોકરી જ કરવાનું વિચારશે અને ધંધો કરવા વાળા જોડે ઉછેર થયો હશે તો ધંધો કરવાનું વિચારશે એમાં પણ જો જે તેમની કુંડળી પ્રમાણે ધંધો કે નોકરી નહિ કરે તો તેને મજા નહિ આવે અને જેની કુંડળી અનુકૂળ હશે તેવી નોકરી કે ધંધો કરશે તો તેમાં તેવો આગળ આવશે અને નામના કમાસે અને તેમાં પણ હો વાસ્તુદોષ વાળા મકાન રહેતા હશે તો તેમને ઓછો ફાયદો થશે અને વાસ્તુ પ્રમાણે સારું મકાન મળી ગયું હશે તો બહુ વધારે ફાયદો થશે આમ દરેક લોકો એક સમયે જન્મ્યા હોવા છતાં બધી રીત નો તફાવત જોવા મળે છે.

Share this post