Bhavesh Viramgama

The reality of Vastu Shastra

The Reality of Vastu Shastra

વાસ્તુ શાસ્ત્ર ની વાસ્તવિકતા

વાસ્તુ શાસ્ત્ર એક સચોટ શાસ્ત્ર ની સાથે વિજ્ઞાન પણ છે. રામાયણ અને મહાભારત વખત ના ગ્રંથ માં પણ વાસ્તુ શાસ્ત્ર નો ઉલ્લેખ છે. તે વખતે જેની જેવી સમજ હતી તે પ્રમાણે ગ્રંથો માં માહિતી આપી હતી પરંતુ એ સમય માં કોઈ વાસ્તુ શાસ્ત્રી એ ગ્રંથ લખ્યા નહોતા.પહેલાના વખત માં રાજા મહારાજાઓ વાસ્તુ શાસ્ત્ર પ્રામાણે મહેલો, મંદિરો, અને નગરો બનાવડાવતા હતા. આમ જનતા જોડે વાસ્તુ ની જાણકારી ન હતી.
અત્યારે લોકો પુસ્તકિયું જ્ઞાન લઇ લે છે અને ૧ મહિનાનો વાસ્તુ નો કોર્ષ કરી ને ધંધો ચાલુ કરી દે છે. પણ આવું ના કરવું જોઈએ વાસ્તુ તમે ગમે ત્યાં શીખો કે પુસ્તક માં થી જ્ઞાન લો પણ તે સાચું છે કે કેમ તેની ખાતરી તો કરો. વાસ્તુ શીખવા તમારું નિરીક્ષણ હોવું બહુ જરૂરી છે. તમે જે શીખ્યા તે બરાબર છે કે નહિ તે જોવા માટે તમે જ્યાં ૧૦ થી ૨૦ વર્ષ થી જે લોકો રહે છે, કારખાનું છે કે, પછી ઓફીસ કે દુકાન છે તેનું નિરીક્ષણ કરવું જોઈંએ અને પુસ્તક માં લખ્યું છે તે સાચું છે નહિ તે જોશો તોજ તમને સાચુ જ્ઞાન મળશે. ઓછા માં ઓછુ ૫ થી ૭ વર્ષ સુધી નિરીક્ષણ કરી અભ્યાસ કર્યા પછી કોઈના વાસ્તુ દોષ સુધારવા જવું જોઈએ. 
અમારા નીરીક્ષણ પ્રમાણે બીમ ની નીચે સુવાય. પહેલા ના વખત માં લાકડાના બીમ હતા. તે સડી જાય કે ઉધઈ લાગે અને આપણે સુતા હોઈએ ને પડે તો અકસ્માત થાય. પણ અત્યારે તો RCC ના બીમ હોય છે ભૂકંપ આવે તો તેની નીચે ઉભા રો તો બચી જવાય માટે બીમ નીચે સુવાય પણ બીમ ની બાજુમાં ના સુવાય બીમ ની ૪૫ ડીગ્રી ની ધાર આપણા ઉપર આવતી હોય ત્યાં ના સુવાય. જેમ જેમ સમય જાય તેમ વાસ્તુ ના નિયમો અમુક અંશે બદલાય છે જે આપણા નિરીક્ષણ થી જ શીખાય છે. તમારા પોતાના નિરીક્ષણ થી કરેલા સંશોધનો જ તમારું સાચું જ્ઞાન છે.
વાસ્તુ દોષ ક્યારે લાગે તેની કોઈ સમય મર્યાદા નક્કી નથી હોતી પરંતુ સાડાત્રણ વર્ષ થી સાત, ૭ થી ૧૪, અને ૧૪ થી ૨૧ વર્ષ માં વાસ્તુ દોષ ની અસર થતી હોય છે માટે લોકો વાસ્તુ માં માનતા નથી. અમુક લોકો વાસ્તુ દોષ વાળા મકાન માં ૫ થી ૭ વર્ષ રહ્યા પછી બીજે રેહવા જતા રહે છે તેમને કોઈ તકલીફ થતી નથી પણ ત્યાં બીજા કોઈક રહેવા આવે તેમને તરત વાસ્તુ દોષ ની અસર લાગુ પડે છે.
વાસ્તુ દોષ ભગવાન ને પણ નથી છોડતું. આપણે ત્યાં ૧૨ જ્યોતિલિંગ માં સૌથી પહેલું સોમનાથ નું મંદિર બન્યું છે તેમાં નેરુત્ય માં ખાડો એટલેકે દરિયો વાસ્તુ દોષ છે. સોમનાથ નો ઇતિહાસ તો બધાને ખબર છે કે ત્યાં કેટલા લોકો ના મૃત્યુ થયા અને કેટલી વાર લુંટાયું. અત્યારે કેદાર નાથ નું મંદિર જોવો તેના ઉત્તર પૂર્વ માં પર્વતો છે દક્ષીણ માં માર્ગ પ્રહાર વાળો રોડ નીચાણ માં છે. તે વાસ્તુ દોષ છે મંદિર માં કેટલું નુકશાન થયું અને કેટલા મૃત્યુ થયા તે બધાને ખબર જ છે.આ બધા થી વિપરીત તિરુપતિ બાલાજી નું મંદિર જોઈ લો વાસ્તુ ના નિયમો અનુસાર બનેલું છે અને તેની જાહોજલાલી બધાને ખબર છે.
અમદાવાદ માં આબાદ ડેરી નો નેરુત્ય નો માર્ગ સીધો કાંકરિયા તળાવ માં એટલે કે ખાડા ઉપર દ્રષ્ટિ કરે છે . તે વાસ્તુ દોષ છે. આબાદ ડેરી બંધ થયા પછી ગવર્મેન્ટે હસ્તગત કરી તો પણ ડેરી ના ચાલી જયારે અમદાવાદ માં નાની ડેરીઓ પણ ચાલે છે. તે માર્ગ ઉપર કોઈ દુકાનો બરાબર નથી ચાલતી. તેનાથી વિપરીત જોઈંએ અપ્સરા અને આરાધના થીયેટેર. તેના ઇશાન માં કાંકરિયા તળાવ છે તો તેને ફાયદો છે. આ થીયેટર જૂની પ્રણાલી પ્રમાણે બનેલા હોવા છતાં હજી પણ સારા ચાલે છે.
વાસ્તુ શાસ્ત્ર નું બરાબર જ્ઞાન લઈને મકાન, કારખાના દુકાનો કે અન્ય કોઈ પણ બાંધકામ કરવામાં આવે તો તેમાં રહેનારા કે વ્યવસાય કરનાર અવસ્ય સુખી થાય છે.

Share this post