Bhavesh Viramgama

Effect of Vastu Shastra on a Child in Mother’s Womb

વાસ્તુશાસ્ત્ર ની ગર્ભ માં રહેલ બાળક પર સારી નરસી અસરો

મહાભારત ના સમય માં અભિમન્યુ ને માતા ના ગર્ભ માં જ યુદ્ધ કૌશલ શીખવા મળ્યું હતું તે આપણે સૌ જાણીયે છીએ. એટલે કે કોઈ પણ બાળક ગર્ભ માં હોય ત્યારે શીખી શકે છે તે ત્યારની વાત ઉપરથી સાબિત થાય છે પણ તે વખત નો સમય અલગ હતો અત્યાર નો સમય અલગ છે તે વખતે ઋષિમુનિ હતા તેમની જોડે જે જાણકારી હતી તે અલગ હતી . ત્યારના વખતમા જે નિયમો પાડતા હતા તે અત્યારના વખત માં શક્ય નથી. અત્યારે બધું જ બદલાઈ ગયું છે પણ અત્યારના સમય માં પણ ગર્ભ માં બાળક હોય તો મહિલા ના આચાર-વિચાર દ્વારા અમુક અંશે શિક્ષણ આપી શકો છો તે લગભગ બધા ને ખબર હશે પરંતુ એ ખબર નહિ હોય કે વાસ્તુશાસ્ત્ર નો પણ આમાં કેટલો મોટો ફાળો છે. હા વાસ્તુશાસ્ત્ર ની અસર ગર્ભ માં રહેલા બાળક ઉપર સારી અને નકારાત્મક અસર થાય છે આ વાત બહુજ સત્ય છે. ખાલી ગર્ભવતી મહિલા ના આચાર – વિચાર કામ નથી કરતા તેની સાથે વાસ્તુશાસ્ત્ર નો ફાળો તેનાથી પણ વિષેશ છે જે આપણે સૌઉએ જાણવું જરૂરી છે જેનાથી આવનાર બાળક બધી રીતે સ્વસ્થ થાય.

પ્રથમ તો એ જાણવું જરૂરી છે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બરાબર હોય તેવા મકાન માં રહેવાથી માણસ ના વિચાર માં ફર્ક પડે છે તેમનો ઓરા એટલે કે શરીર નો આભા સુધરે છે તેનાથી માંદગી ઓછી આવે છે.
હવે ગર્ભવતી મહિલાએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કઈ દિશા અને મકાન માં કઈ જગ્યા એ સુવુ અને બેસવુ એ જાણીશું. ઘણીવાર બાળકો જેમને નથી થતા તેને વાસ્તુશાસ્ત્ર મુજબ અગ્નિ દિશા ના ઓરડામા સુવા નું કહે છે પણ જો ગર્ભ ધારણ થઇ જાય તો પાંચ અઠવાડિયા પછી ઓરડો બદલવો જોઈએ જો શક્ય હોય તો નેૠત્ય માં કોઈ ઓરડો હોય તો ત્યાં સુવાની વ્યવસ્થા કરવી જોઈએ અને ના વ્યવસ્થા હોય તો જે ઓરડો હોય તેમાં પશ્ચિમ અથવા દક્ષીણ દિશા માં માથું રાખી ને સૂવું જોઈએ. ગર્ભ માં રહેલ બાળક ના મગજ નો વિકાશ પાંચમા અઠવાડિયા થી ચાલુ થઇ જાય છે અને 13 માં અઠવાડિયા માં લગભગ મગજ નું બંધારણ થઇ જાય છે માટે આ સમય પછી વધારે ધ્યાન રાખવું પડશે. રોજિંદા જીવન માં ગર્ભવતી મહિલાએ જેમ સુવાનું બતાવ્યું તે રીતે બેસવામાં પણ ઉત્તર અને પૂર્વ માં મોઢું રાખી ને બેસવાની આદત પાડવી જોઈએ. જે મકાન વાસ્તુપ્રમાણે 100% બરાબર હશે અને જો ગર્ભવતી મહિલા નેઋત્ય ખૂણા ના ઓરડામાં પશ્ચિમ અથવા દક્ષિણ માં માથું રાખીને સુવાનું રાખે અને તેના આચારવિચાર સારા રાખે તો બાળક ના જન્મ પછી તેનું સ્વાસ્થ સારું હશે અને ગુણવાન થશે તે અમે અમારા અનુભવ માં જોયું છે.

ઉત્તર દિશા માં માથું રાખી ને સૂવાથી આવનાર બાળક બીમાર વધુ રહે છે બીજું પણ ધ્યાન રાખવા જેવું ઘણું છે વધારે માહિતી માટે અમારો સંપર્ક કરો અને આ માહિતી જે ગર્ભવતી મહિલા હોય તેમને મોકલજો તો તેમના આવનાર બાળક નું ભવિષ્ય સુધરે. આભાર

Share this post